A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

ઓયો સંચાલકની હત્યા મામલે પાંચ ની દરપકડ

ગોડાદરા નાં ઑયો હોટલ નાં માલીક ની હત્યાનો મામલો

ગોડાદરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ સ્થાનિક લક્ષ્મી પાર્ક રો હાઉસ નાં ઘર નં. પર માં રહેતાં રાકેશ બાબુભાઈ મકવાણા પુણાગામ ખાતે સદવિચાર હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરે છે. જ્યારે, તેમનો ૩૦ વર્ષીય ભાઈ ગણપત મકવાણા ઓયો હોટલ ચલાવવાનો વ્યવસાય કરતો હતો. ગત તા.૨૩/૪/૨૪ની સવારે તેમની બાઈક ધર બહાર પાર્ક કરી હતી.દરમિયાન ઘર નં. ૪૭ માં રહેતાં વલ્લભભાઈ વિરાભાઈ કવાડે બાઈક રસ્તા પર પાર્ક કરવા બાબતે ઝઘડો કર્યો હતો. તે વેળા પરિવારનાં ધીરૂભાઈ કવાડ તથા પુત્ર કિશન અને અશ્વિન,પ્રવિણભાઈ તથા તેમનાંપુત્ર જયેશ અને જય ઉપરાંત ઘર નં. ૫૭ માં રહેતાં નરેન્દ્ર હડીયા પણ દોડી આવ્યા હતાં.તમામ દ્વારા ઢીક મુક્કી ઉપરાંત બેટ વડે બંને મકવાણા બંધુને માર મરાયો હતો. માર મરાયો જે બનાવમાં ગણપત મકવાણા ને છાતી, માથા તથા પીઠનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ મામલે ગોડાદરા પોલીસે ગુનો નોંધ્યો હતો. પીઆઈ આચાર્યએ ફરાર અશ્વિનભાઈ ગોવિંદભાઈ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!