A2Z सभी खबर सभी जिले की
Trending

છોટાઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષતમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) બેઠક યોજાઇ

છોટાઉદેપુર કલેકટર કચેરીના સંકલન હોલમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટીની (દિશા) બેઠક છોટાઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ દ્વારા જનની શિશુ સુરક્ષા યોજના,સરવે કામગીરી, આંગણવાડીના મકાન અંગે, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન,મધ્યાહન ભોજન, ઉજ્જવલા યોજના, નળ સે જલ યોજના સહિતના વિવિધ વિભાગોની યોજનાઓની કામગીરીની માહિતી આપી હતી. આ બેઠકમાં સાંસદશ્રી જશુભાઈ રાઠવાએ દીન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ /શહેર) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ અને શહેર) પ્રધાનમંત્રી અર્બન યોજના, નગરપાલિકાઓ, લીડ બેંક, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ હેલ્થ મિશન, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, સમગ્ર શિક્ષા અભિયાન, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, એમજીવીસીએલ,, અન્ન પુરવઠા વિભાગ, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો, નાણાંકીય અને ભોતિક પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત અસરકારક કામગીરી થાય તે માટે તેમજ આદિજાતિ વિસ્તારોમાં વ્યક્તિગત, કૌટુંબિક અને માળખાકીય સુવિધાઓ મળે માટે સૌએ સાથે મળી કામગીરી કરવા આહ્વાન કર્યું હતું. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાનાએ ઉપસ્થિત અધિકારીઓને અગત્યના મુદાઓ પર જરૂરી ધ્યાન આપવા સૂચનો કર્યા હતા. સાથે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન યોજના પર અધિકારીઓ અને પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભેસિંહ તડવી, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા પંચાયતના સભ્યો, પ્રાંત અધિકારીઓ, સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

 

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!