નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ કેન્દ્ર (આર.સે.ટી) છોટાઉદેપુર, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન બેન્ક ઓફ બરોડા દ્વારા કવાંટ તાલુકાના ઊચેડા ખાતે તારીખ ૧૬/૧૧/૨૦૨૪ થી ૨૮/૧૧/૨૦૨૪ના ૧૩ દિવસની જુટ પ્રોડ્ક્ટ ઉધ્યમીની તાલીમનું આયોજન કરાયું છે. જેમાં બહેનોને ગ્રામ્ય કક્ષાએ તાલીમ આપી રોજગારી મળી રહે તે હેતુથી તાલીમનું આયોજન કરાયું છે. તા.૧૬/૧૧/૨૦૨૪ના રોજ સંસ્થાના ફેકલ્ટી કિરણ પરમાર અને ઓફિસ આસિસ્ટન્ટ અમિત તરબદા દ્વારા તાલીમનું દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમ્યાન બહેનો રજવાડી ખાટલી, ઝુલો, વોટર બેગ, પગ લુછણીયુ, જુટ બેગ, જુટ બોક્સ, ડેકોરેટીવ બોલ, ચકલીનો માળો, ફાઇલ કવર અને ફાઇલ ફોલ્ફર વગેરે વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. સંસ્થાના નાંણાકીય સાક્ષરતાના સલાહકાર મુકેશ પરમાર દ્વારા બૅન્કિંગ સેવાઓ અને નાંણાકીય જાગૃતિ માટેની માહિતી જેમાં બેંકિંગ સેવાઓ જેમ કે બચત ખાતું રિકરિંગ ખાતું, ફિક્સ ડિપોસીટ ખાતું, વીમા પ્રોડક્ટ પ્રધાનમંત્રી સુરક્ષા બીમાં યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમાં યોજના, અટલ પેન્સન યોજના,પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સુકન્યા સમૃદ્ધિ યોજના તેમજ બેન્કની નાણાકીય લેવડ-દેવડ(જમા-ઉધાર) વિગતવાર માહિતી આપવામાં આવી