
વાંસદા તાલુકામાં કન્યા શાળા માં અભ્યાસ કરતી ધોરણ સાત ની ત્રણ વિદ્યાર્થીનીઓ મતદારોના ઘરેજઈ ચૂંટણીને લગતી કામગીરી કરતી નજરે પડી હતી. આ કામગીરી જે તે શાળા ના બી. એલ. ઓ. ને સોંપવામાં આવતી હોય છે, ત્યારે શાળાની વિદ્યાર્થીનીઓ ને આ વોટિંગ સ્લીપ મતદારો સુધી પહોંચાડવાનું કામ શાળામાંથી કે પછી કોઈ વ્યક્તિ દ્વારા સોંપવામાં આવ્યું હતું, તે તપાસનો વિષય બની ગયો છે. વાલીઓ પોતાના બાળકોને શાળામાં સારા શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માંટે મોકલતા હોય છે, ત્યારે શાળાના કેટલાક શિક્ષકો દ્વારા ઘોર બેદરકારી સામે આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરવા ના બદલે વાંસદા ગામનાં ફળિયાઓમાં લોકસભાની ચૂંટણી માટે ની મતદારોની વોટિંગ સ્લીપ વહેંચતા નજરે પડ્યા હતા અને નોટબુકમાં નોંધ કરતી જોવા મળી હતી. શું શિક્ષકોને થોડી પણ શરમ નહિ આવી હોય કે ભર ઉનાળામાં ચાલીશ ડિગ્રી તાપમાનમાં પણ આ કુમળી બાળકીઓને ચૂંટણી લક્ષી કામગીરી સોપવામાં આવી તે પણ એક પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે. વાંસદા કન્યા શાળા ના પ્રિન્સીપાલ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે મને આ બાબતે કોઈજ ખબર નથી, એમ જણાવ્યું હતુ. તો શું પ્રિન્સીપાલ ની જવાબદારી નથી કે ચાલુ શાળાએ બાળકો શાળાની બહાર કેવી રીતે ગયા કોના કહેવાથી ગયા તે પણ એક તપાસનો વિષય બની જાય છે.








