A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेताज़ा खबर

રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ગીડાના અધ્યક્ષતામા શાંતિ સમિતિની મીટિંગ યોજાઇ

મીટિંગમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

રાજુલા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ ગીડાના અધ્યક્ષતામા શાંતિ સમિતિની મીટિંગ યોજાઇ..

રાજુલા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ તહેવારને લઈને શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામા આવ્યું હતું.આ મીટિંગમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ મીંટીગ પીઆઇ આઇ.જે.ગીડાના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ. અને મોહરમ તહેવારની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવે તેવી પીઆઇ ગીડા દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમજ વિવિધ પ્રશ્નો બાબતે વેપારીઓ સાથે ચર્ચાઓ કરવામા આવી હતી. આ તકે ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મનીષભાઈ વાળા, બકુલભાઇ વોરા, વિનુભાઇ શ્રીરામ, ઘનશ્યામભાઇ મશરૂ, આસીફભાઈ મુની, રહીમભાઇ કનોજીયા, સીરાજભાઇ લાખાણી સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ, પત્રકાર મિત્રો હાજર રહ્યાં હતાં..

Back to top button
error: Content is protected !!