મહીસાગર કલેકટરની લુણાવાડા નગરપાલિકાની આકસ્મિક મુલાકાત અધિકારીઓની મીટિંગ લઈવિકાસના કામમાં ધ્યાન આપવાની ટકોર
લુણાવાડા પાલિકામાં પાછલા દોઢ વર્ષથી ચૂંટણી ન આવતા સરકાર દ્વારા વહીવટદારો નીમી શાસન કરવામાં આવે છે.જેને લઈ પાલિક વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ અને વિકાસને લઈ અનેક સમસ્યાઓ વધી રહી છે વહીવટદાર શાસન આવ્યા પછી પાલિકા વિસ્તારમાં અંધેરી નગરી અને ગંડું રાજા જેવો ઘાટ દેખાઈ રહ્યો છે.
મહીસાગર જિલ્લાનું વડું મથક લુણાવાડા બન્યા પછી નગરમાં ગેરકાયેદસર બાંધકામોનો રાફડો જોવા મળે છે. નગરમાં સરકારી જમીનોમાં બાંધકામો કુદકેને ભુસકે વધી રહ્યા છે પરંતુ માલિકી જગ્યામાં નિયમો નેવેમૂકી પાર્કિંગની સુવિધા ન હોય,ફાયર સેફટીની સુવિધા ન હોય,નકશા-નિયમ પ્રમાણે બાંધકામ નહોય તે પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે ત્યારે નગરમાં BU પરમિશન હોય તેવી માત્ર ચાર થી પાંચ કોમ્પ્લેક્સ બિલ્ડીંગ છે. જે જોઈપાલિકામાં ખૂબ મોટાપાયે લાલીયાવાડી ચાલતી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે મંગળવારે મહીસાગર જિલ્લા કલેકટર નેહા કુમારુ કુમારી દ્વારા લુણાવાડા નગર પાલિકાની આકસ્મિક મુલાકાત લઈ મિટિંગ લેતા સમગ્ર બાબતને લઈ ટકોર કરી વિકાસના કામમાં ધ્યાન આપવા જણાવ્યું હતું ત્યારે ગેરકાયદેસર બાંધકામ સહિત વિકાસ ના કામો માં તપાસ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે.