गुजरात

સાંતલપુરના મઢુત્રા ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવાની ગ્રામજનો ની માગ…

ગ્રામજનો સાંતલપુર પોલીસ મથકે પહોંચ્યા, સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોએ રજૂઆત કરી..

 

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં દારૂના દુષણને ડામી દેવા ગ્રામજનોની માગ સાથે રવિવારે ગ્રામજનોએ સાંતલપુર પોલીસ સ્ટેશન ખાતે સુત્રોચ્ચાર કરી પીઆઈ ને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.મઢુત્રા ગામના લોકોએ સાતલપુર પીઆઇ ને લેખિતમાં કરેલ રજૂઆતમાં અપીલ કરતા જણાવ્યું હતું કે અમારા ગામના યુવાનો દારૂના રવાડે ચડી રહ્યા છે અને લઠાકાંડમાં બે લોકો મોતને ભેટ્યા છે. દારૂ પીવાના કારણે અનેક પરીવારો બરબાદ થઈ રહ્યા છે.

સાંતલપુર પોલીસ સ્ટેસનમાં આની અગાઉ રજૂઆત મોખિક તથા લેખિત કરેલ છે તેમ છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. તો અસામાજિક તત્વો માથાભારે છે જે લોકો આ દારૂ નો ધંધો ખૂલ્લે આમ કરે છે અને ગામ લોકો આમને કેવા જાય ત્યારે ડર્યા વગર જવાબ આપે છે અમે પોલીસને હપ્તો પહોચાડીએ છીએ અમે તો ધંધો કરવાના જ છીએ તમારાથી થાય તે કરી લો હવે જો પોલીસ હપ્તા લેવા માટે જ રહી છે કે પોલીસ પ્રજા ના પ્રશ્નો નું સમાધાન કરશે.

અમે આપને લેખિતમાં જણાવવા માંગીએ છીએ કે, જો હવે પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી નહિ કરે તો ગામના યુવાનો જનતા રેડ મીડિયા ને સાથે રાખી ને કરવામાં આવશે આમાં કોઈ જાન કે માલ ની નુકસાની થશે તો તમામ જવાબદારી પોલીસની રહશે.વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, સાંજે 5 વાગ્યા પછી મહિલાઓને બસ સ્ટોપ પાસેથી નિકળવામાં પણ ડર લાગે છે સાથે આ લોકો અપશબ્દો બોલતા હોય છે. ગામના મુખ્ય માર્ગની આવી દશા હવે જોઈ સકાતી નથી ત્યારે મઢુત્રા ગામે દારૂના દુષણને નાબૂદ કરી અસામાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા આવેદનપત્રના માધ્યમથી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સાંતલપુર તાલુકામાં દારૂ બંધી કાગળ પર હોય તેવો કિસ્સો :-

સાંતલપુર તાલુકામાં દેશી દારૂની બદી નાબૂદ કરવા ગ્રામજનો મેદાને જોવા મળ્યા હતા.દારૂબંધી બાબતે મઢુત્રા ગામના લોકો રાત્રે સાંતલપુર પોલીસ મથકે પહોચ્યા હતા.ગામમાં ચાલતા દારૂના ધંધા બંધ કરાવવા લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.અને સત્વરે પોલીસ તપાસ કરે તેવી ગ્રામજનો ની ઉગ્ર માગ ઉઠવા પામી છે.

સાંતલપુર તાલુકાનાં મઢુત્રા ગામે ભાઈચારો જળવાઈ રહે તે માટે ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂ ના ગોરખ ધંધા બંધ કરવા સાતલપુર પોલીસને જાણ કરવામાં આવી છે અને સત્વરે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!