A2Z सभी खबर सभी जिले कीताज़ा खबर

ચીત્રાસર ગામ નજીકથી પસાર થતો નવો બનેલ પુલમાં નબળી કામગીરીના કારણે બિસ્માર બન્યો.

જાફરાબાદ રોડ ઉપર નવો પુલ બનાવવામા આવ્યો હતો.

જાફરાબાદના ચીત્રાસર ગામ નજીકથી પસાર થતો નવો બનેલ પુલમાં નબળી કામગીરીના કારણે બિસ્માર બન્યો.

જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામ નજીક થી પસાર થતો ટીંબી જાફરાબાદ રોડ ઉપર નવો પુલ બનાવવામા આવ્યો હતો. અને પુલ બનાવ્યા તેના ૮ મહિના જેટલો સમય થયો છે. પરંતુ આ પુલમાં નબળી કામગીરી કરેલ હોવાને કારણે બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે. પુલ પર ગોઠણસમાં ખાડાઓ પડી ગયા છે જેથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને જીવના જોખમે આ રોડ પરથી પસાર થવું પડે છે. ગ્રામજનો દ્વારા પુલમાં ભષ્ટ્રાચાર થયા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. અવાર-નવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામા આવી છતાંપણ તંત્ર દ્વારા કોઇ નિરાકરણ કરવામા નથી આવ્યું. ત્યારે વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી જલ્દીથી પુલનુ સમારકામ કરવામા આવે તેવી માંગ ઉઠી છે….

Back to top button
error: Content is protected !!