

ડાંગ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બરડીપાડા ફોરેસ્ટ માં સમાવિષ્ટ મહાલના જંગલમાં દિપડાએ એક 7 વર્ષના બાળકનો ભોગ લિધો. ભોગ બનનાર રિતેક નામનું બાળક તેમના દાદી અંતુબેન જોડે બળદ ચરાવવા જંગલમાં ગયા હતા ત્યાં આજે બપોરે 2:00 વાગ્યાના સુમારે દીપડાએ તેમના દાદી પર હુમલો કરી દીધો હતો અને ત્યારબાદ રિતેક પર હુમલો કરીને ઘટના સ્થળેજ ગળાના ભાગે બચકું ભરી લોહી પી લીધું હતું જેથી રિતેક નું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.
રિતેક ના મા બાપ સુગર ફેક્ટરીમા મજૂરી કામે ગયા હોવાથી બાળકને તેમના દાદી પાસે મૂકી ગયા હતા.







