સુરતઃ શહેરમાં બેભાન થતાં મોત નીપજવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેમાં વરાછાના રતકલાકારનું બેભાન થતા મોત નિપજ્યું હતું. ગોડાદરામાં કરિયાણાની દુકાનદારના પતીનું બેભાન થતા મોત થયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ વરાછા એ.કે. રોડ ધર્મ નગર સોસાયટીમાં રહેતા સંદીપ વેલજીભાઈ નાકરાણી (ઉ.વ.૪૫) હીરા મજૂરી કામ કરી પત્ની, એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતા હતા. ગતરોજ પાંચ વાગ્યાના અરસામાં સંદીપભાઈ ઘરે બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે ૧૦૮ મારફતે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી સંદીપભાઈ ને મૃત જાહેર કર્યા હતા.બીજા બનાવવામાં, મૂળ બિહાર ભોજપુરના વતની અને હાલ ગોડાદરા દેવીદર્શન સોસાયટીમાં રહેતા સંજયસિંહ કરિયાણાની દુકાન ચલાવી પત્ની લીલાબેન (ઉ.વ.૪૬) તેમજ બે પુત્રનું ભરણપોષણ કરે છે. સંજયસિંહના પત્ની લીલાબેન ગુરુવારે વહેલી સવારે ઘરે બેભાન થઈ ગયા હતા. જેથી તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે લીલાબેનને મૃત જાહેર કર્યા હતા. આ અંગે વધુ તપાસ ગોડાદરા પોલીસ કરી રહી છે
2,558