
ભેસ્તાન ખાતે રહેતો પરિણીતાનો પતિ નોકરી પર હોવાનો ગેરલાભ ઉઠાવી રાત્રિનાં સમયે સ્થાનિક યુવક ઘરમાં ઘૂસી ગયો હતો અને શારીરિક અડપલાં કરી બિભત્સ માંગણી કરવામાં આવી હતી. દરમિયાન પતિ આવી જતાં યુવક દરવાજો ખોલી ભાગી ગયો હતો. બનાવ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા છેડતી નો ગુનો નોંધી યુવકની ધરપકડ કરવામાં આવી છે. ભેસ્તાન પોલીસ સૂત્રો દ્વારાપ્રાપ્ત થતી વિગત મુજબ સ્થાનિક વિસ્તારમાં રહેતી ૨૨ વર્ષીય મુમતાઝ (નામ બદલ્યું છે) નો પતિ નોકરી પર ગયો હતો. જેનો ગેરલાભ ઉઠાવી ગત તા. ૨૭/૦૯/૨૪ ની રાત્રે ૧૨:૩૦ વાગ્યાનાં અરસામાં સ્થાનિક વિસ્તારમાં રહેતો અહેવાલ શેહવાઝ મોહમદ રિયાઝ ફકીર (ઉ.વ. ૨૩, રહે. હયાત નગર, ભીડી બજાર, ઉન, ભેસ્તાન, સુરત) ઘરમાં ઘૂસી ગયો હતો. બાદ મુમતાઝ ને લાજ લેવાના બદઇરાદે બાહુપાશમાં જકડી લઈ છાતીનાં ભાગે અડપલાં કરી બિભત્સ માંગણી કરી હતી. દરમિયાન મુમતાઝનો પતિ આવી જતાં શેહવાઝ ઘરનો દરવાજો ખોલી ભાગી ગયો હતો. બનાવ મામલે મુમતાઝ દ્વારા કરાયેલી ફરિયાદ નાં આધારે ભેસ્તાન પોલીસ દ્વારા બી.એન.એસ ની કલમ ૭૪ અંતર્ગત ગુનો નોંધી આજરોજ આરોપી શેહવાઝ ફકીર ની ઘરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદ સંદર્ભેની તપાસ પોસઈબી.જી યાદવ દ્વારા હાથ ધરવામાં આવી હતી.