ડાંગ
ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાનાં તળેટી વિસ્તારમાં આવેલ બોરખલ ગ્રામ પંચાયતમાં ગાયખાસ, પાયર ઘોડી, ટેમ્બરુન ઘરટાં, બોરખલ ગામોમાં નેટવર્કનાં અભાવે રેશન માટે કુપન કાઢવા માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાની નોબત ઉભી થાય છે.એક તરફ ભાજપનાં પૂર્વ સાંસદ ડો કે. સી. પટેલ દ્વારા ડાંગ જિલ્લાને ડિજિટલ કનેક્ટિવિટી સાથે જોડવા તેમના ગ્રાન્ટમાંથી બીએસએનએલના ટાવરો નિર્માણ કરાયા હોવાના અવારનવાર તેમના ભાષણમાં ઉલ્લેખ કરવામાં આવતું હતુ.પરંતુ તેમનો કાર્યકાળ પૂર્ણ થતા નવા સાંસદ સભ્ય તરીકે ધવલ પટેલ ચૂંટાઈ આવ્યા છતાં ડાંગનાં ગામડાઓમાં ટેલિફોન કે ઇન્ટરનેટની સુવિધા મળી નથી. બોરખલ ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતમાં તલાટી ક્મ મંત્રી સતત ગેરહાજર રહેતાની ફરીયાદ કરી છે. સાથે કોમ્પ્યુટર ઓપરેટર પણ ઘણા સમયથી ગેરહાજર રહેતા ગ્રામ પંચાયતમાં આવક ના દાખલા કે રેશનની કુપન સહીત વિવિધ પ્રમાણપત્રો માટે જિલ્લા મથકે જવુ પડે છે.જેના કારણે ગરીબ આદિવાસીઓને નાણાનો
વ્યવ સાથે સમયનો બગાડ થતા આદિવાસીઓ સરકારી યોજનાઓ અને સહાયથી વંચિત રહી જાય છે. ડાંગ જિલ્લામાં કુલ ૭૦ ગ્રામ પંચાયતો આવેલ છે, જેમાં વિભાજન થતાં કુલ ૧૦૦ ગ્રામ પંચાયત બની છે.