
ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોંડલવિહિર ગામ ખાતે સી.સી.રસ્તો બનાવવા માટેનું કામ ચાલી રહ્યુ છે.જોકે માજી સરપંચ દ્વારા હલકી કક્ષાનાં માલ મટીરીયલનો ઉપયોગ કરીને નક્કર વેઠ ઉતારો કરવામાં આવી રહ્યો છે.ત્યારે સરકારનાં લાખો રૂપિયાનો દુરુપયોગ કરીને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.તેમજ અહી વરસતા વરસાદનાં દિવસો દરમિયાન રસ્તા બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય તે પણ પ્રશ્ન બની ગયો છે.
ડાંગ જિલ્લાનાં ગોંડલવિહિર ગામ ખાતે સી.સી. રસ્તો બનાવવા માટે અંદાજે ૪.૫૦ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સી.સી. રસ્તો
બનાવવા માટેનું કામ માજી સરપંચ ધર્મેશભાઈ બંગાળ દ્વારા શરૂ કરી દેવામાં આવેલ છે. પરંતુ અહી માજી સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેમાં હલકી કક્ષાનું સિમેન્ટ તથા કાદવ – કીચડ વાળી રેતીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.અહીં હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ રસ્તો લાંબા ગાળે ટકી શકે તેમ નથી. ત્યારે માજી સરપંચ ધર્મેશભાઈ બંગાળ દ્વારા હલકી કક્ષાના મટીરીયલ નો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર આચારવામાં આવી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.તેમજ હાલમાં ચોમાસાના દિવસ હોવાથી ગમે ત્યારે વરસાદ વરસતો હોય છે તેવામાં આ રસ્તાનું કામ માજી સરપંચ દ્વારા ચાલુ કરી દેવામાં આવેલ છે. ત્યારે ચાલુ વરસાદે આ કામગીરી કરવી એ કેટલા અંશે યોગ્ય કહી શકાય ?