A2Z सभी खबर सभी जिले की
Trending

છોટાઉદેપુર અભ્યમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓની મદદ, માર્ગદર્શન અને બચાવ માટે તૈનાત રહેશે.

આગામી નવરાત્રી પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓ મોટી સંખ્યામા ગરબા સ્થળે એકત્રિત થાય છે. જેઓ સાથે કોઈ અનિચ્છનિય ઘટના બને નહીં અને સુરક્ષિત ગરબામાં ભાગ લઇ શકે તે માટે પોલીસ સાથે અભયમ 181 મહિલા હેલ્પ લાઈનની ટીમ પણ ફરજ બજાવશે. ગુજરાત સરકારની અભયમ હેલ્પ લાઈન મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ તેમજ ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા કાર્યાન્વિત છે, જે દિવસે દિવસે મહિલાઓમાં વધુને વધુ વિશ્વસનીય અને સાચી સહેલી તરીકે ઉભરી રહી છે. અભયમ ટીમની 24×7 સેવાઓ કાયમી હૉય છે, જેઓ પિડીત મહિલાઓને સમયસર મદદ, અને બચાવની અગત્યની કામગીરી ફરજના ભાગરૂપે બજાવે છે. વિશેષ નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી ગરબા સ્થળે,તેમજ આજુબાજુના વિસ્તારમાં ફરજની સાથે પેટ્રોલિંગ પણ કરશે

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!