A2Z सभी खबर सभी जिले कीताज़ा खबर

વિકાસસપ્તાહ-મહીસાગરજિલ્લો લુણાવાડા ફુવારા ચોકખાતે જિલ્લા કલેકટરશ્રીમતી નેહાકુમારીની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકડાયરા થકી નગરજનોને સરકારશ્રીની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કર્યા હતા*

વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાને ભાગરૂપે લુણાવાડા ફુવારા ચોક ખાતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સીએલપટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહીયાત્રાનીગાથાલોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથીલોકો જાગૃત થાય તે માટે તા.૭થી ૧૫ ઓક્ટોબર સુધી જિલ્લામાં વિકાસસપ્તાહ” ની ઉજવણી કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં લોકડાયરા થકી નગરજનોને સરકારશ્રીની વિવિધલોક કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી સાથે યોગ આસનપ્રસ્તુતિ, મહિલા ભજન મંડળી, ગીત ગઝલ નયનને બંધ રાખી, મેરે દેશકી ધરતી, એકપાત્રિય અભિનય અમે ગુજરાતી રેલી લાલા સોંગ જેવી વિવિધ કૃતિઓ રજૂ કરાઈ હતી.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટરશ્રી સી.વી. લટા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ સહિત સંકલનના અધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

ભોઈ આયુષ

લુણાવાડા મ હિસાગર

Back to top button
error: Content is protected !!