गुजरात

પાટણ અને સિધ્ધપુરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થી વાતાવરણમાં ઠંડક પ્રસરી

શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત રેલવે ગરનાળા અને કોલેજ અંડર બ્રિજ પાણીમાં ગરક થતા  વાહન ચાલકોને મુશ્કેલી ભોગવી પડી

 

શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર વરસાદી પાણી ના નિકાલ માટેની ચેમ્બરો ચોકઅપ થતાં માગૅ પર ઢીંચણ સમા પાણી ભરાયા

વિજળી પડતાં પાટણ પંથકમાં ભેસ મોતને ભેટી: પાટણ શહેરના લોકો છેલ્લા કેટલાક દિવસો થી અસહય ગરમી અને બફારાના કારણે ઉકળાટ અનુભવી રહ્યા હતા ત્યારે મંગળવારે બપોર પછી અચાનક વાતાવરણ બદલાતા અને આકાશમા કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને જોત જોતાં મા સુસવાટા બંધ પવન સાથે વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થતાં ધડીભર મા શહેરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.

તો શહેરના રેલવે ગરનાળા અને કોલેજ નો અંડર બ્રિજ પણ પાણીમાં ગરક થતા વાહન ચાલકોને હાઇવે તરફ નીકળવામાં અને હાઇવે થી સીટી તરફ આવવામાં અનેક મુશ્કેલીઓ ભોગવવી પડી હતી  તો શહેરના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં પણ નગરપાલિકા દ્વારા બનાવેલી વરસાદી પાણી નિકાલ માટે ની ચેમ્બરો પણ પહેલા જ વરસાદમા પેક થઈ જતાં રોડ પર ઢિચણ સમા પાણી ભરાતા અનેક વાહનો બંધ પડયાં હતા જેને કારણે પણ વાહન ચાલકો ને યાતનાઓ ભોગવવી પડી હતી.તો બીજી તરફ શહેરના રેલવે સ્ટેશન માગૅ પર બોમ્બે મેટલ શાળા પાસેના ઈલેક્ટ્રીક થાંભલા મા બે વાયરો પવનના કારણે ભેગા થતા શોટૅસકિટ સજૉતા લોકો મા ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો.

પાટણ શહેરના લોકોએ મુશળધાર વરસતાં વરસાદ મા ન્હાવા ની મજા માણી ગરમથી રાહત અનુભવી હતી. પાટણ શહેરની સાથે સાથે સિદ્ધપુર શહેરમાં પણ સાંજે 5:00 વાગ્યા પછી મેઘરાજાએ મુશળધાર વરસા કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા કરાયેલી પ્રિ મોન્સૂનની કામગીરી પ્રથમ વરસાદ મા જ ઠેર ઠેર વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સજૉતા નીરથૅક બની હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.તો પાટણ પંથકમા વિજળી પડવાથી એક ભેસ નું મોત નિપજ્યું હતુ.

પાટણ મા સાંજે 4 થી 6 વાગ્યા સુધી માં પાટણ માં 55 મીમી,સરસ્વતી માં 47 મિમી સિદ્ધપુર માં 20 મીમી વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગ ના સુત્રોએ જણાવ્યું હતું

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!