ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નાંદનપેડા ગામે એક ખેડૂત ખેતર ખેડી રહ્યા હતા ત્યારે બળદને પહેરાવેલ જુમલુ વીજપોલના તાણીયા સાથે અડી જતા નણીયાની એંગલ વીજ લાઈનને અડી હતી જેથી વીજ પ્રવાહ નીચે ઉતરતા તેનો કરંટ બન્ને બળદને લાગતા સ્થળ પર જ મોત થયા હતા. નાંદનપેડાના ગુલાબભાઈ ખાનુભાઇ વાણી બુધવારે સવારે ખેતરમાં હળથી ખેડી રહ્યા હતા તેઓના ખેતરમાંથી ચીચલી ફીડરની ૧૧ કેવીની વીજ લાઈન પસાર થાય છે. તેઓ ખેડાણ કરતા બળદને વીજ પોલ અને તેના તાણીયા વચ્ચેથી લઇ જવા જતા બળદના માડા પર લગાવેલ જુવાડી (જુમલુ) તાણીયા સાથે અથડાતાં તાણીયાને ઝાટકો લાગતા વીજ પોલ પર ફીટ કરેલી તાણીયાની એંગલ વીજ તારને અડી ગઈ હતી. જેથી કરંટ ઉતરતા બન્ને બળદો અને ગુલાબભાઇ વાણીને કરંટ લાગ્યો હતો જેમાં બન્ને બળદોનુ સ્થળ પર જ મોત થયું હતું. આ ઘટના બનતા જી.ઈ.બી.ના અધિકારીઓ સ્થળ પર પહોચી પંચ ક્યાસ કરી ખેડુતને વળતર આપવાની તજવીજ હાથ ધરી હતી.
2,530