વરાછામાં સબ પોસ્ટ ઓફિસમાંથી ટીકીટ અને ટપાલ પોસ્ટ સ્ટેમ્પ ટીકીટ મળી કુલ રૂ.૨૩ હજારના મતાની ચોરી કરી અજાણ્યા ચોરટાઓ નાસી ગયા હતા.પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, મોટા વરાછા પ્રભુનગર સોસાયટી વિભાગ-૧ પ્લોટ નવં- ૩૦માં સબ પોસ્ટ ઓફિસમાં રવિવારે રજાના દિવસે સવારે પોણા અગિયાર વાગ્યાથી ગત તા. ૧૯મીના સવારના સાડા આઠ વાગ્યા સુધીમાં તસ્કરો ત્રાટક્યા હતા. પોસ્ટ ઓફિસના મુખ્ય દરવાજા તસ્કરોએ તોડી ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. અને અંદર ઘુસેલા તસ્કરોએ તિજોરીના દરવાજા કોઈ સાધનથી તોડી નાખી તિજારીમાં મુકેલ બે અલગ-અલગ બોક્સમાંથી રોકડા રૂ.૨૩,૦૧૫, રેવન્યુ સ્ટેમ્પ ટીકીટ નંગ-૨૫૦ તથા ટપાલ પોસ્ટ સ્ટેમ્પ ટીકીટ નંગ-૧૭૦ મળી કુલ રૂ.૨૪,૧૧૫ ના મતાની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે બીપીન જીવરાજભાઈ લીંબાણી(ઉ.વ.૩૬ રહે.મોટા વરાછા) એ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
2,512