સુરતઃ ભેસ્તાનમાં ધોરણ-૧૧ની વિધાર્થિનીએ ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. યુવતીને ધોરણ-૧૦ બાદ સાયન્સમાં અભ્યાસ કરવો હતો. પરંતુ પિતાએ કોમર્સ લેવા માટે કહેતા યુવતીને માઠું લાગી આવતા આપઘાતનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું.પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશ સીધીના વતની અને હાલ ભેસ્તાન વિસ્તારમાં આવેલ જયઅંબે નગરમાં અખિલેશ તિવારી કરિયાણાની દુકાન ચલાવી ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. અખિલેશના સંતાન પૈકી આકાંક્ષા ઉ.વ.૧૯ ઉધના હિરનગર ખાતે આવેલ અક્ષરદીપ વિધાલયમાં અભ્યાસ કરતી હતી. રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધ્યા બાદ પરિવારજનો બેસીને વાતચીત કરી રહ્યા હતા.દરમિયાન આકાંક્ષાના ધોરણ-૧૧માં સાયન્સ લેવાની ઈચ્છા હતી. પરંતુ તેના પિતાએ કહ્યું કે અત્યારે માતાનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું છે.જેથી મારી પાસે આટલા રૂપિયા નથી.તેથી તું કોમર્સમાં અભ્યાસ કરી લે. જેવાતનું આકાંક્ષાને માઠું લાગી આવતા- ગત તા.૧૯મી રાતે ઘરમાં ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી.જેથી આકાંક્ષાને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમિયાન ગતરોજ રાત્રે આકાંક્ષાનું મોત નિપજ્યું હતું.
2,544