ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકે CET તેમજ જ્ઞાન સાધના શિષ્યવૃતિની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં એકલવ્ય પ્રવેશ પરીક્ષા, નવોદય પરીક્ષા,N.M.M.S પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા,PSE ,CET, જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ, અપંગ અને અતિગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ, જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ તારીખ 30 માર્ચના રોજ લેવાનારી CET અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જેમાં તાલીમ કેન્દ્રો ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવે તે માટે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આમ સંજેલી એકલવ્ય તાલીમ વર્ગ દ્વારા દિલીપકુમાર મકવાણા, સુખસર એકલવ્ય તાલીમ વર્ગ રાજુભાઈ મકવાણા અને મોરા એકલવ્ય તાલીમ વર્ગ અશ્વિનભાઈ સંગાડા એ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આમ ન્યુ પાર્થ એજ્યુકેશન ગ્રુપ સંજેલી દ્વારા શુભકામના પાઠવી હતી.
રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ.