વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓને યુકે, કેનેડા તથા રોમાનિયા દેશના ખોટા વિઝા બનાવી આપી લાખો રૂપિયા ખંખેર નાર વોન્ટેડ આરોપ વડોદરાના જયદીપ મોજીદ્રાને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા જનતા હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર, તા.૦૨ જૂનના રોજ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને વર્ષ ૨૦૨૧માં જયદીપ મોજીદ્રા તેના ભાગીદાર આગમ, રક્ષિત તેમજ વિનીત સાથે મળી વડોદરામાં નેશનલ શોપિંગ સેન્ટરમાં વર્લ્ડ ટૂરના નામે વિઝાની ઓફિસ ચાલુ કરી પોરબંદરના ગ્રાહકોને તેમજ અન્ય ગ્રાહકોને યુકે, કેનેડા તથા રોમાનિયા દેશના ખોટા વિઝા બનાવી આપી લાખો રૂપિયા પડાવનાર મુખ્ય આરોપી જયદીપ મોજીદ્રા શહેરના લાલ દરવાજા જનતા હોટલ પાસે હોવાની માહિતી મળી હતી. જેના આધારે શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે આરોપી જયદીપ અશોકભાઈ મોજીદ્રા (ઉ.વ.૩૨ રહે.નારાયણ નગર અભિલાષા કેનાલ છાણી વડોદરા) ને લાલ દરવાજા જનતા હોટલ પાસેથી ઝડપી પાડ્યો હતો. ભૂતકાળમાં આરોપી જયદીપ મોજીદ્રા વિરુદ્ધ વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં તથા ગીર સોમનાથ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જ્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જયદીપ મોજીદ્રાનો કબજો પરોબંદર કમલબાગ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
2,592