A2Z सभी खबर सभी जिले की

સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪ સ્વચ્છતાના રંગે રંગાયુ છોટાઉદેપુર

સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં સ્વચ્છતાના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. છોટાઉદેપુર તાલુકાના ઝોઝ અને ફેરકુવા ગામમાં સામૂહિક શ્રમદાન થકી ગ્રામપંચાયત અને જાહેર રસ્તાની સાફ-સફાઈ , મલાજા સબ હેડ વર્કની સાફ સફાઈ કરવામા આવી. જ્યારે બોડેલી તાલુકા ઢોકલિયા ખાતે સફાઈ કર્મીઓ દ્વારા સ્કૂલ પટાંગણ તથા ગ્રામપંચાયત ઓફિસ સાફ-સફાઈ કરવામાં આવી.છોટા ઉદેપુર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા અતિથિ ગૃહ તથા કચેરી પરિસરનો સાફ સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો. સંખેડા ખાતે સફાઈ કર્મીઓ દ્વારા કચેરીના પટાંગણની સાફ સફાઈ કરવામાં આવી, તેઓના કાર્યને બિરદાવવી તેમની સાથે સેલ્ફી લીધી હતી. પાવીજેતપુર તાલુકાના બાર ગામે સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અંતર્ગત ગ્રામ પંચાયત, પી.એચ.સી સેન્ટર, આંગણવાડી તેમજ ગામના જાહેર જગ્યાની સાફ-સફાઈ કરી સ્વચ્છતા વિશે ગ્રામ્યજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭/૦૯/૨૦૨૪ થી તા.૨/૧૦/૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં સ્વચ્છતા હી સેવા -૨૦૨૪ અભિયાનને તા.૧૭/૦૯/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યું છે. 

વિરેન્દ્રસિંહ દેસાઈ  બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!