ચાણસ્મા હારીજ માર્ગ પર મારૂતિ કાર – બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત ચાર ઘાયલ
મારૂતિ ચાલક પાલાવાસણાનો જ્યારે બાઇક ચાલક સમીના ઇસ્લામપુરા જુના જેસડાના ભાજપ આગેવાન હોવાનું જાણવા મળ્યુ
ચાણસ્મા-હારીજ માર્ગ પર ગુરૂવારે બપોરે ૨ઃ૩૦ કલાકના સુમારે મારૂતિ અલ્ટો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકચાલક તેમજ કારચાલક બંનેના ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયા હોવાનું તો કારમાં સવાર ચાર જેટલા લોકો ઇજા ગ્રસ્ત બન્યા હોઇ જેઓને ૧૦૮ દ્વારા ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જે ઘટનાના પગલે ટ્રાફિક જમાદાર અશોકભાઈ ચૌધરીએ સ્થળ પર પહોંચી લાશનું પંચનામું કરી પીએમઅર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ અકસ્માતની મળતી હકીકત મુજબ ગુરૂવારે બપોરના ૨ઃ૩૦ કલાકના સુમારે ચાણસ્મા હારીજ હાઇવે માર્ગ પર ધરમોડા નજીક મારૂતિ અલ્ટો કાર નંબર જીજે ૦૨ બીપી ૩૩૬૨ અને બાઇક નંબર જીજે ૨૪ એડી ૧૬૬૩ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારચાલક તેમજ બાઈકચાલક બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.