A2Z सभी खबर सभी जिले की

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આર્યુવેદ શાખાના સંયુક્ત ઉપક્રમે સંખેડા સી.એચ.સી. ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

છોટાઉદેપુર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તથા આર્યુવેદ શાખાના સંયુક્ત ઉપક્રમે સંખેડા સી.એચ.સી. ખાતે નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પનો લાભ આસપાસના ગામના લાભાર્થીઓએ લીધો હતો, જેમાં હોમિયોપેથિક દ્વારા ૧૦૮ લાભાર્થીઓ, આર્યુવેદ દ્વારા ૨૦૪ તથા ૧૮૫ વ્યક્તિઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. જ્યારે આરોગ્ય શાખા દ્વારા એન સી ડી, લેબોરેટરી ટેસ્ટ, પી.એમ.જે.એ.વાય કાર્ડ, સિકલસેલ તથા અન્ય રોગોના મળીને કુલ ૩૮૪ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દીપીકાબેન તડવી, કારોબારી સભ્ય શ્રીમતી શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ગુમાનભાઈ રાઠવા, જિલ્લા સદસ્ય શ્રીમતી અરુણાબેન સકસેના, શ્રીમતી અરુણાબેન તડવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભરત ચૌહાણ, જિલ્લા આર્યુવેદિક અધિકારીશ્રી. પારુલબેન વસાવા અને અન્ય અધિકારીશ્રીઓ અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઇ બોડેલી છોટાઉદેપુર

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!