છોટાઉદેપુર જિલ્લામાં નારી વંદન ઉત્સવ સપ્તાહ અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓ સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેર્ના ભાગરૂપે એસ.એફ.હાઇસ્કૂલ,જિલ્લા સેવા સદન સામે છોટાઉદેપુર ખતે બેટી બચાવો બેટી પઢાવોના નારા સાથે મહિલા સુઉરક્ષા રેલીનું આયોજન કવામાં આવયું હતું. જે સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર ખાતે સમાપ્ત થઇ હતી. મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા આદિવાસી ઇન્સ્ટીટયૂશન ઓફ નર્સિંગ કોલેજ જેતપુર પાવી ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર દ્વારા પંરપરાગત માધ્યમના કાર્યક્રમ અંતર્ગત નાટક દ્વારા મહિલાલક્ષી સરકારી યોજનાઓની તથા ઘરેલુ હિંસા અધિનિયમ ની માહિતી આપવામાં આવી હતી. છોટાઉદેપુરના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, એડવોકશ્રી વિરેન્દ્રસિંહ રાઠવા,શી ટીમના પી એસ આઈ.એસ એસ પટેલ, સહાયક માહિત નિયામકશ્રી માર્ગીબહેન રાજપુત, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી ક્રિશ્નાબહેન પાંચાણી, તથા મહિલા અને બાળ વિકાસ અધકારીની કચેરીના અધિકારીશ્રી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તથા ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.