A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સાપુતારા ઘાટમાર્ગમાં બાઈક અને આઈસર ટેમ્પો વચ્ચે અક્માત, ૧નું મોત

સાપુતારા ઘટમાં છાસ વારે અકસ્માતો થતા રહે છે તે માટે તંત્ર આના માટે કોઈ કાર્યવાહી હાથ ધરશે ખરી

ડાંગ સાપુતારા મળતી માહિતી અનુસાર, આજરોજ ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ઘોડવહળ ગામનાં યુવકોમાં પ્રદીપ ક્રિષ્ના ચૌધરી અને દિનેશ રામચંદ્ર જાદવ પોતાની મોટરસાયકલ નં. જી.જે. ૩૦.ઈ. ૭૪૬૫ પર સવાર થઈ સાપુતારા કામ અર્થે ગયા હતા. આ યુવકો કામ પતાવી સાપુતારાથી પોતાની મોટરસાયકલ પર સવાર થઈ પરત ઘોડવહળ ગામ જઈ રહ્યા હતા. તે વેળાએ સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં સામેથી ચડી રહેલ આઈસર ટેમ્પો સાથે ભટકાતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ પર પાછળ બેઠેલા યુવક દિનેશને માથાના ભાગે ગંભીર

ઈજા પહોંચતા તેનું સ્થળ પર જ પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું. જ્યારે, મોટરસાયકલ ચાલક યુવાન પ્રદીપને નજીવી ઈજાઓ પહોંચવાની સાથે તેનો ચમત્કારિક બચાવ થયો હતો. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!