A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

બકરી ઈદ પહેલા રાપર-આડેસરમાં શાંતિ સમિતિની બેઠક: બોર્ડર રેન્જ IGની સૂચનાથી હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે સંવાદ, કોમી એકતા પર ભાર

આગામી 7 તારીખે મનાવવામાં આવનાર બકરી ઈદના તહેવારને લઈને રાપર અને આડેસર પોલીસ મથકે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આ બેઠકો યોજાઈ હતી.

રાપર પોલીસ મથકે PI જે.બી.બુબડીયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા. બેઠકમાં કોમી એકતા જાળવી રાખવા અને તહેવારોને ભાઈચારાની ભાવના સાથે ઉજવવા અંગે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં બાબુભાઈ કારોત્રા, કમલેશ ચાવડા, મહેશ પટેલ, હાજી ભાઈ ખાસકેલી, અનવરશા બાપુ સૈયદ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના પ્રવેશદ્વાર આડેસર પોલીસ મથકે PI જે.એમ.વાળાની અધ્યક્ષતામાં પણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આ બેઠકમાં આડેસર, ટગા અને વિજાપુર ગામના મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. માજી સરપંચ ભગાભાઇ આહીર, મોતીભાઇ ભરવાડ, મુસાભાઇ હિંગોરજા, આદમભાઈ હિંગોરજા સહિતના આગેવાનોએ બેઠકમાં ભાગ લીધો. બંને બેઠકોમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે માર્ગદર્શિકા આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!