
ડાંગ
ડાંગ : ડાંગ જિલ્લામાં આદીવાસી વિસ્તારમાં
વિકાસના કામો આદીવાસી નેતાઓના રહેમો કરમ થી અટકી જતા હોય છે. ત્યારે આ ચંનખલ ગૃપ ગ્રામ પંચાયત એક એવી એવી પંચાયત છે કે જ્યાં લોકો દ્વારા ખરાબ કામો થાય છે ત્યા એનો. વિરોધ પણ કરવામાં આવે છે. અને અરજીઓ પણ તાલુકા પંચાયત. જિલ્લા પંચાયતના. ટેબલો પર પડી હોઇ છે પણ એની તપાસ કેમ કરવામાં આવતી નથી..??
ચંનખલ ગૃપ ગ્રામ પંચાયતમાં ટૂંક સમયમાં જ એક અહેવાલ આવ્યો હતો જેમાં સ૨પંચનો પતિ ખોટીસહીઓ કરીને પોતેજ કામ કરે છે અને સભ્યો ૫૨ રોફ જમાવે છે. એ બાબતે પણ ઉચ અધિકારીઓને આવેદનપત્ર આપવામા આવ્યા હતા. ત્યારે ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એ બાબતે પણ કોઈ તપાસ કે ખુલાસો કરવામાં આવ્યો નથી..કેમ..??
હાલ ચનખલ ગૃપ ગ્રામ પંચાયતના નિળસાક્યા ગામમા સી સી રસ્તાનુ. કામ કરવામાં આવી રહ્યું છે જેમાં હલકી કક્ષાનુ દુરાગાર્ડ સિમેન્ટ વાપરવામાં આવી રહ્યું છે. અને નજીકની નદીઓમાંથી ધુળ વાળી રેતી તથા મોટ મોટા પથ્થરો નાખી સી.સી રસ્તામાં. ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર કરવાંમાં આવી રહ્યો છે. તો શું નિળસાક્યાના ગ્રામજનો નો અવાજ અજૂ
પણ અધિકા૨ીઓ શુધી પહોંચશે ખરો..??