A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

ડમ્પર પકડાયા: અંજાર, રાપર ના આડેસર વિસ્તારમાંથી ગેરકાયદે ખનીજ ભરેલા ત્રણ ડમ્પર પકડાયા

IMG 20250621 WA0002 1

પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગે 75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કચ્છમાં ખનીજ ચોરી થતી હોવાના બનાવ અવારનવાર સામે આવી રહ્યા છે તેમજ ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન પણ થઇ રહ્યું છે તેવામાં પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગે રાપર અને અંજાર વિસ્તારમાં કાર્યવાહી કરી ચાઇનાકલે તેમજ હાર્ડ મોરમ ભરેલા ત્રણ ડમ્પરને ઝડપી લીધો હતો.

IMG 20250621 WA0001 1

પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમ શુક્રવારે રાપર તાલુકાના આડેસર હાઇવે તેમજ અંજાર તાલુકાના સાપેડા રોડ પરથી બે ચાઈનાક્લે અને એક હાર્ડ મોરમ ખનિજનું વહન કરતા ડમ્પરોને રોકી ચાલકો પાસેથી રોયલ્ટી અંગેના અધિકૃત આધારો માંગતા તેઓ રોયલ્ટી અંગેના કોઈ આધાર રજૂ કરી શક્યા ન હતા.ત્રણેય ડમ્પરો દ્વારા ખનિજનું બિનઅધિકૃત વહન કરાતો હોવાનું ધ્યાને આવતા જપ્ત કરવામાં આવ્યા હતા.તપાસ દરમિયાન અંદાજીત 75 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને ડમ્પરોના ચાલક/ માલિક સામે ગુજરાત મિનરલના નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!