સુરતઃ વરાછામાં રહેતા રતકલાકાર પરિવારમાં દંપતી વચ્ચે ગૃહ કંકાસને કારણે માળો વીખેરાયો હતો. દંપતી પૈકી ૨૨ વર્ષિય પતિએ ૪ વર્ષની પુત્રીને એસિડ પીવડાવી પોતે પણ એસિડ પી લીધું હતું. ઘટનાની પરીવારને જાણ થતા તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પરિણીતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર, મુળ મહારાષ્ટ્ર અંકોલાના વતની અને હાલ વરાછા વિસ્તારમાં આવેલી શ્રીજીકૃપા સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ જાલંદે હીરાના કારખાનામાં કામ કરી પતિ જ્યોતિ તથા સંતાનો સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન જ્યોતિના ભાઈનો ફોન પાડોશીના ફોન પર આવ્યો હતો. જેની જાણ પતિ ઘનશ્યામભાઈને થતા પતિએ કહ્યું હતું કે, કેમ ભાઈનો ફોન પાડોશી પર આવે છે, મારા ફોન પર કેમ નથી આવતો આ વાતને લઈ દંપતી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતનું જાણે જ્યોતિને માઠું લાગી આવ્યું હોય તેવું લાગ્યું હતું. સોમવારે બપોરે જ્યોતિએ ઘરે ગૃહકંકાસને કારણે કંટાળી જઈ ૪ વર્ષિય પુત્રી આરોષીને એસિડ પીવડાવ્યું અને જ્યોતિએ પણ એસિડ પી લીધું હતું. જેની જાણ ઘનશ્યામભાઈને થતા તાત્કાલિક સારવાર માટે આરોષી અને જયોતિને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તાત્કાલિક સારવાર વિભાગમાં બંનેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. બીજી તરફ આ મામલે સ્થાનિક કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન સોમવારે સાંજે જયોતિનું મોત નિપજયું હતું. જ્યારે આરોષી હાલ સારવાર હેઠળ છે. આ બનાવ અંગે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2,515