A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

સરદાર સરોવર છલકાવાની તૈયારી:ભરૂચમાં ગોલ્ડન બ્રિજે જળસ્તર ૨૦.૬૬ ફૂટે પહોંચું

ડેમ સર્વોચ્ચ સપાટીથી માત્ર ૧.૯૮ મીટર દુર : ઉપરવાસમાંથી હતા ૪.૯૯ લાખ ક્યુસેકની આવક સામે ૩.૨૫ લાખ ક્યુસેક ડીસ્ચાર્જ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ચોથી વખત ૧૩૮.૬૮ મીટરની સર્વોચ્ચ સપાટી સર કરે તેની ઘડીઓ ગણાવવાની શરૂ થઈ ગઈ છે. ઉપરવાસમાંથી ૪.૯૯ લાખ ક્યુસેકની પાણીની આવકના પગલે ડેમ હવે માત્ર ૧.૯૮ મીટર ખાલી રહ્યો છે.ઉપરવાસ મધ્યપ્રદેશમાંથી પાણીની થઇ રહેલી આવક શનિવારે સાંજે વધીને ૪.૯૯ લાખ ક્યુસેક થઇ છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા બન્ને જળવિધુત મથકોના તમામ ૧૧ યુનિટ ધમધમાવવામાં આવી રહ્યાં છે. કેનાલ હેડ પાવર હાઉસના ૫ ટર્બાઇન ૨૩૪૧૮ કયુસેક પાણી વાપરી મુખ્ય કેનાલમાં છોડી રહ્યું છે. જ્યારે રીવરબેડ પાવર હાઉસના ૬ યુનિટ ૪૩ હજાર ક્યુસેક પાણીનો વપરાશ કરી નર્મદા નદીમાં ઠાલવી રહ્યું છે. નર્મદા નદીમાં ડેમના દરવાજા અને પાવર હાઉસ મળી કુલ ૩.૨૫ લાખ ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. બીજી તરફ પૂનમની ભરતીને લઈ દરિયો પાણી સ્વીકારતો ન હોય ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે પણ જળસ્તર વધી રહ્યું છે. શનિવારે સાંજે ૭:૦૦ કલાકે ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી ૨૦.૬૬ ફૂટ નોંધાઇ હતી. ગોલ્ડન બ્રિજે નદીનું ભયસુચક સ્તર ૨૨ ફૂટ છે. પ્રવર્તમાન ચોમાસાની મોસમમાં જે ત્રીજી વાર વટાવે તેવી શકયતા હાલની સ્થિતિએ સેવાઇ રહી છે. જ્યારે નર્મદા ડેમનું લેવલ ૧૩૬.૭૦ મીટરે પહોંચ્યું છે. જેમાં દર કલાકે ૨ થી ૪ સેમીનો વધારો થઈ રહ્યો છે.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!