
સુરતઃ શહેરમાં તા. ૧૭ મી એ ગણેશ વિસર્જનના દિવસે શહેરમાં તમામ સિટીબસો અને બીઆરટીએસ બંધ રાખવાનો નિર્ણય રાખવામાં આવ્યો છે.તા. ૧૭મી સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન યાત્રા ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું હોય ગણેશજીની ઊંચી પ્રતિમાઓ તથા અન્ય નાની પ્રતિમાઓ કૃત્રિમ તળાવો અને કુદરતી ઓવારાઓ તેમજ હજીરા ખાતે વિસર્જન થતી હોય છે. જેથી મનપા દ્વારા અઠવાગેટ, એસવીએનઆઈટી, રાહુલરાજ મોલ, એસ.કે.નગર, જુની આરટીઓ ટી-પોઇન્ટ, અઠવા ઓવરબ્રિજ, સરદાર તાપીબ્રિજ, અડાજણ ગામ, સ્ટાર બજાર, પાલ આર.ટી.ઓ ભાઠા ગામ, ઓએનજીસી સર્કલ, ક્રિભકો ઓવર બ્રીજ, મોરા સર્કલ, એલ એન્ડ ટી, હજીરા બટ ઓવારા, ગજેરા રતામાલા સર્કલ, ડભોલી ચાર રસ્તા, ડભોલી બ્રીજ, સુભાષબાગ સર્કલ, દાંડી રોડ જહાંગીરાબાદ, નહેર ચાર રસ્તા, દાંડી ફાટક ચાર રસ્તા, ભેસાણ ચાર રસ્તા, દ્રષ્ઠ સર્કલ પરવત પાટીયા, કબુતર સર્કલ, ભાટેના સર્કલ, ખરવર્નગર રોકડીયા સર્કલ, ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ, ગાંધી કુટીર, ભટાર ઓવર બ્રીજ, બ્રેડલાઇનર સર્કલ, અણુવ્રત દ્વાર બ્રીજ, પનાસ નહેર, વેસુ કેનાલ રોડ, રાજ હંસ ચાર રસ્તા, આભવા ચાર રસ્તા, હજીરા હાઇવે રોડ એસ.કે.નગર ઓવર બ્રીજ સહિતના તમામ વિસ્તારોની બીઆરટીએસ તેમજ સીટી બસોની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.