A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत
Trending

ડાયમંડ સિટી સુરત જાણે દિવસને દિવસે ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહ્યું છે

ડાયમંડ સિટી સુરત જાણે દિવસને દિવસે ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહ્યું છે

પ્રેસ નોટ
પ્રતિનિધિ સુરત

ડાયમંડ સિટી સુરત જાણે દિવસને દિવસે ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહ્યું છે

ડાયમંડ સિટી સુરત જાણે દિવસને દિવસે ક્રાઈમ સિટી તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર સુરત શહેરમાં અત્યારની પાંચ જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. જે પૈકી સુરતના ચોક બજાર વિસ્તારમાં હત્યાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના સુરતના ભરી માતા રોડ પર આવેલ સુમન મંગલ આવાસની છે. જે આવાસમાં રહેતા મુકેશ સિંહ જયરાજસિંહ પરમાર ઓટોરિક્ષા ચલાવી પોતાના ચાર સંતાનો અને પત્નીનું ગુજરાન ચલાવે છે.મુકેશ સિંહ પરમારને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેમાં નાની દીકરી હેતાલી સુરતની એક ડાયમંડ કંપનીમાં કામકાજે જતી હતી.
દરમ્યાન હેતાલી અને તેણીના પિતા મુકેશ સિંહ વચ્ચે ઘરના કામકાજને લઈ છેલ્લા બે માસથી ઝઘડા ચાલી આવ્યા હતા. અવારનવાર ઘરના વાસણ માંજવાથી લઈ ઘરની સાફ-સફાઈ અને કપડાં ધોવા બાબતે મુકેશભાઈ અને માતા ગીતાબેન દ્વારા અવારનવાર તેણીને ટકોર કરી ઠપકો આપવામાં આવતો હતો. પરંતુ તેમ છતાં તેણી ઘરના કામકાજ કરતી નહોતી. જેથી તેણી અને તેણીના પિતા વચ્ચે છેલ્લા બે માસથી આ ઝઘડા ચાલી આવ્યા હતા. જોકે અંતે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં હેતાલીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, 28મી નવેમ્બરના રોજ બપોરના એક વાગ્યાના સમય દરમિયાન હેતાલી અને તેના પિતા વચ્ચે ઘરના કામકાજને લઈ બોલાચાલ થઈ હતી. ઘરના વાસણ, સાફ-સફાઈ તેમજ કપડાં ધોવા બાબતે પિતા મુકેશ સિંહ દ્વારા તેણીને ટકોર કરવામાં આવી હતી. છતાં પણ હેતાલીએ ઘરના કામકાજ નહિ કરી પોતે બેડ પર સૂઈ ગઈ હતી.વારંવાર પિતા દ્વારા કહેવા છતાં ઘરના કામકાજ ન કરતા રોષે ભરાયેલા પિતા મુકેશસિંહે બેડ પર સૂતેલી હેતાલીના કપાળના ભાગે ભારે વાંક રસોઈ બનાવવાનો કુકર વડે ઘા કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. લોહીથી લથપથ હાલતમાં હેતાલીને તાત્કાલિક ધોરણે પરિવારના અન્ય સભ્યો સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હેતાલીનું કરુણ મોત નિપજ્યું હતું.ઘટનાની જાણકારી મળતા ચોક બજાર પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. જ્યાં પોલીસે મૃતક હેતાલીની માતા ગીતાબેનની પૂછપરછ કરતા દીકરી અને પિતા વચ્ચે ઘરના કામકાજને લઈ થયેલા ઝઘડામાં પિતાએ કુકર મારી ગંભીર ઇજા પહોંચાડવાના કારણે તેણીનું મોત થયું હોવાનું નિવેદન પોલીસ સમક્ષ આપ્યું હતું. જેથી ચોક બજાર પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારા પિતા મુકેશ સિંહની ધરપકડ કરી હતી. જોકે પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા હત્યારા પિતાએ પુત્રીની હત્યાનું દુ:ખ પણ વ્યક્ત કર્યું છે.સુરતના ચોક બજાર વિસ્તારમાં સામે આવેલી હત્યાની આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. જ્યાં સગા પિતા દ્વારા પોતાની જ દીકરીની નિર્મમ હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ત્યાં સાચા પાછળનું એક કારણ એ પણ સામે આવ્યું છે કે દીકરીને જ્યારે પિતા કામકાજ માટે કહેતા તે દરમિયાન યુવતીના મોબાઈલ ઉપર કોલ આવે ત્યારે તેણે બહાર વાત કરવા માટે ચાલી જતી હતી. જે પિતાને ગમતું નહોતું. તે જ કારણ છે કે પિતાએ આવેશમાં આવી કુકર વડે ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના પરથી એક વાત તો ચોક્કસ સામે આવી રહી છે કે આજની યુવા પેઢીને મોબાઈલનું એ હદે ઘેલું લાગ્યું છે કે ઉઠતા બેસતા ખાતા-પીતા પણ હાથમાં મોબાઈલ જોવા મળે છે. જે મોબાઈલનું ઘેલું લોકોને કઈ હદ સુધી લઈ જાય છે તેનું આ ઉદાહરણ સુરતના ચોક બજાર વિસ્તારમાં બનેલી ઘટના પરથી સામે આવ્યું છે.

રિપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત

वंदे भारत लाईव्ह टीव्ही न्यूज नागपुर
एडिटर
दिल्ली क्राईम प्रेस नागपूर
ऍड. असोसिएट
प्लॉट नं. 18/19, फ्लॅट नं.201,Harmony Emporise Payal -pallavi society new Manish Nagar somalwada nagpur -440015

Back to top button
error: Content is protected !!