गुजरात
Trending

કવાંટનાં મુખ્ય બજારમાં ૨૮ જગ્યા પર દોરાતા ભીતચિત્રોનું નિરિક્ષણ કરતા જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે વિશ્વવિખ્યાત ભાતીગળ “ગેર મેળા” યોજાય છે. આ વર્ષે “ગેર મેળા” તા.૧૬ માર્ચના રોજ યોજાશે. “ગેર મેળા”ને રાષ્ટ્રીય કક્ષાના મેળાની શૃખલામાં મુકવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવાવમાં આવી રહ્યો છે. જેની કવાંટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ નવતર અભિગમના ભાગરૂપે સ્થાનિક કલાકારો દ્વારા કવાંટના મુખ્ય બજારમાં ૨૮ જગ્યાઓ પર પરંપરાગત ભીતચિત્રો દોરવામાં આવશે. પિઠોરા અને વારલી ભીતચિત્રોમાં સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિની ઝાખી જોવા મળશે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દોરવામાં આવતા ભીતચિત્રોનું જિલ્લા સમાહર્તાશ્રી ગાર્ગી જૈને નિરિક્ષણ કર્યું

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!