गुजरात

વડનગર પોલીસ સ્ટેશનના છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા ગેજેટેડ આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.શાખા , પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ નાસતા ફરતા તથા જેલ ફરારી તેમજ નામદાર કોર્ટ દ્વારા સજા પામેલ આરોપી / કેદી પકડવા સારૂ આયોજન કરેલ હોઇ જે અનુસંધાને શ્રી જે.જી.સોલંકી પો.ઇન્સ . , એસ.ઓ.જી. શાખા , પાટણનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખા , પાટણની ટીમ સિધ્ધપુર પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે , મહેસાણા જીલ્લાના વડનગર સ્માર્ટ પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૬૦૭૩૨૩૦૪૨૪ / ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ , ૩૦૪ ( અ ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના કામે નાસતા ફરતા આરોપી કોળી ( પારકરા ) વિક્રમભાઇ નરસિંહભાઇ રહે.સિનાડ તા.રાધનપુર જી.પાટણવાળો હાલમાં સિધ્ધપુર બિંદુ સરોવર બસ સ્ટેશન ખાતે ઉભેલ છે . જેની તપાસ કરતાં આરોપી મળી આવતાં સદરી આરોપીને બી.એન.એસ.એસ કલમ ૩૫ ( ૧ ) ( જે ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી કરવા સારૂ સિધ્ધપુર પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ-

( ૧ ) કોળી ( પારકરા ) વિક્રમભાઇ નરસિંહભાઇ રહે.સિનાડ તા.રાધનપુર જી.પાટણ ગુનાની વિગત

( ૧ ) મહેસાણા જીલ્લાના વડનગર સ્માર્ટ પો.સ્ટે . ગુ.ર.નં .૧૧૨૦૬૦૭૩૨૩૦૪૨૪ / ૨૦૨૩ ઇ.પી.કો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪ ( અ ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪

Back to top button
error: Content is protected !!