પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ પાટણ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સા શ્રી કે.કે.પંડયા સાહેબ રાધનપુરનાઓએ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચનાઓ આધારે તથા પોલીસ ઇન્સપેકટર એન.એ.શાહ સાહેબ હારીજ પોલીસ સ્ટેશનાઓના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ સ્ટાફના માણસો હારીજ પો.સ્ટે.ગુ.૨.નં -૧૧૨૧૭૦૦૯ ર ૫૦૦૯૨ / ૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩ ( ) મુજબના કામે ચોરીના ગયેલ ટાટા કંપનીનો ટ્રક રજી નં – જી.જે.૦૬.ઝેડ .૯૬૬૪ કિંમત ૩.૭,૦૦,૦૦૦ / -ના મુદામાલ તેમજ ચોર ઇસમની અંગત ભરોષાના બાતમીદારો દ્વારા તપાસ કરાવતા હકીકત મળેલ કે હારીજ ટાઉનમા જનતા પેટ્રોલપંપની નજીકથી ચોરી થયેલ ટ્રક રજી.નં.- જી.જે.૦૬.ઝેડ .૯૬૬૪ વાળી રાવળ સુરેશભાઇ અરજણભાઇ રહે- નાયકા તા – સમી જી – પાટણવાળાએ ચોરી કરી કાઠીયાવાડ તરફ જનાર છે જે હકીકત આધારે ટેકનીનકલ એનાલીસીસ કરી સદરી ગુનાના કામે ચોરીમા ગયેલ ટ્રક સાથે આરોપી સુરેશભાઇ રાવળ રહે નાયકાવાળાને માલવણ જીલ્લો – સુરેન્દ્રનગર ખાતેથી પકડી પાડી હારીજ પોસ્ટેના અનડીટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમા ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે .
પકડાયેલ આરોપીની વિગતઃ-
( ૧ ) સુરેશભાઇ અરજણભાઇ રાવળ રહે – નાયકા તા – સમી જી – પાટણ કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
( ૧ ) ટાટા કંપનીનો ટ્રક રજીનં – જી.જે.૦૬.ઝેડ .૯૬૬૪ કીમત રૂ .૭,૦૦,૦૦૦ / –