उदैपुरगुजरात

છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મિશન મંગલમ (NRLM) યોજના અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

કેમ્પ દરમિયાન સમગ્ર જિલ્લામાં ૫૭ સખી મંડળોને રૂ.૨.૧૫ કરોડથી વધુ રકમનું ધિરાણ

છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મિશન મંગલમ (NRLM) યોજના અંતર્ગત સખી મંડળોને આત્મનિર્ભર અને સ્વરોજગાર તરફ આગળ વધારવાના હેતુથી ‘કેશ ક્રેડિટ કેમ્પ’નું સફળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના માધ્યમથી મહિલાઓને આર્થિક સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવી હતી. આ કેમ્પમાં છોટાઉદેપુર તાલુકા ખાતે કુલ ૧૪ સખી મંડળોને રૂ.૫૯.૧૦ લાખની સહાય, બોડેલી તાલુકા ખાતે ૨૫ સખી મંડળોને કુલ રૂ.૫૪ લાખનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું હતું. કવાંટ તાલુકા ખાતે ૧૩ સખી મંડળોને કુલ રૂ.૭૮ લાખની આર્થિક સહાય, જેતપુર પાવી (બેંક ઓફ બરોડા) દ્વારા ૦૫ સખી મંડળોને કુલ રૂ.૨૪ લાખની સહાય પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં કુલ ૫૭ સખી મંડળોને રૂ.૨,૧૫,૧૦,૦૦૦/- (બે કરોડ પંદર લાખ દસ હજાર રૂપિયા)થી વધુ રકમનું ધિરાણ પૂરુ પાડી બહેનોને સ્વરોજગારી અને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!