उदैपुरगुजरात

જબુગામ મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી ખાતે જિલ્લા અંદરના વિસ્તરણ કાર્યકર પ્રવાસનું આયોજન કરાયું

ડિજિટલ પ્લેટફોર્મ પર કૃષિ તજજ્ઞ દ્વારા પ્રાકૃતિક ખેતીને ધ્યાન રાખીને સંપૂર્ણપણે માર્ગદર્શન

IMG 20260109 WA0086
છોટાઉદેપુર જિલ્લાના મદદનીશ ખેતી નિયામકની કચેરીના પેટા વિભાગ જબુગામ ખાતે જિલ્લા અંદરના વિસ્તરણ કાર્યકર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક ખેતીમાં ઝીરો બેજેટ ફાર્મિંગ, સરકાર દ્વારા યોજનાનો લાભ અને ડિજિટલ પ્લેટફોર્મ પર કૃષિ તજજ્ઞ દ્વારા પ્રાકૃતિક ખેતીને ધ્યાન રાખીને સંપૂર્ણપણે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટ, છોટાઉદેપુર જિલ્લાના પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.ડી.ચારેલ, નાયબ ખેતી નિયામક (ઈનપુટ)શ્રી સુમિત પટેલ, જબુગામના વિસ્તરણ અધિકારી જીવરાજ, જિલ્લા, તાલુકાનો સ્ટાફ, ગ્રામ્ય સ્તરમાંથી સી.આર.પી, કૃષિ પ્રગતિનો સ્ટાફ અને કૃષિ સખી ઉપસ્થિત રહ્યા હતા

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Show More
Back to top button
error: Content is protected !!