उदैपुरगुजरात

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ સંવેદનશીલ બૂથની મુલાકાત લીધી

બોડેલી નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી

IMG 20260422 WA0113
બોડેલી નવરચિત નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી તા. ૨૬મી એપ્રિલના રોજ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ સજ્જતાના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા બોડેલી નગરપાલિકાના સંવેદનશીલ બૂથની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરએ મતદાન મથકો પર ઉપલબ્ધ સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નવરચિત નગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી હોવાથી નાગરિકો ઉત્સાહપૂર્વક અને કોઈપણ ડર વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તંત્ર કટિબદ્ધ છે. આ મુલાકાત વેળાએ જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ અને મદદનીશ પોલીસ અધીક્ષક હર્ષ શર્મા પણ સાથે રહ્યા હતા. તેમણે સુરક્ષા જવાનોને જરૂરી સૂચનાઓ આપી હતી અને સંવેદનશીલ બૂથમાં પોલીસ પેટ્રોલિંગ અને ચુસ્ત બંદોબસ્ત અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે બોડેલીના પ્રાંત અધિકારી, મામલતદાર તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર

[yop_poll id="10"]
Show More
Back to top button
error: Content is protected !!