गुजरात
Trending

છોટાઉદેપુર એસ.એફ.હાઇસ્કુલ ખાતેના બે દિવસીય જિલ્લા કક્ષા કલા મહાકુંભ સમાપન થયો

છોટાઉદેપુર એસ.એફ.હાઈસ્કુલ ખાતે દિવસીય જિલ્લા કક્ષા કલા મહાકુંભ યોજયો તેમાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ સ્પર્ધકો પ્રાદેશિક કક્ષાએ ભાગે લેશે કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, છોટાઉદેપુર દ્વારા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસીય જિલ્લાકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪-૨૫નું એસ.એફ.હાઈસ્કુલ, છોટાઉદેપુર ખાતે સમાપન થયો હતો. તા.૧ ફેબ્રુઆરીએ રાસ, ગરબા, લોકનૃત્ય, એક પાત્રીય અભિનય, વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા, કાવ્યલેખન, ગઝલ શાયરી, લોક વાર્તા, દોહા છંદ ચોપાઈ અને સર્જનાત્મક કારીગરીની સ્પર્ધા યોજાઇ હતી. તા.૨જી ફેબ્રુઆરીએ ભરતનાટ્યમ, કથ્થક, લગ્ન ગીત, લોકગીત – ભજન, સમૂહગીત, સુગમ સંગીત, શાસ્ત્રીયકંઠય સંગીત (હિન્દુસ્તાની), ઓરગન, તબલા, હાર્મોનિયમ (હળવું) અને સ્કુલ બેન્ડની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં બે દિવસ દરમિયાન જિલ્લા કક્ષાની કલા મહાકુંભ ૨૦૨૫ સ્પર્ધામાં જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ વિવિધ ૨૩ સ્પર્ધાઓમાં વિવિધ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાની કુલ ૧૪ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવેલ વિજેતાઓએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો. તેમજ જિલ્લાકક્ષાએ સીધી યોજાનાર કુલ ૯ સ્પર્ધાઓ જેમાં વય ગ્રુપ પ્રમાણે ભાગ લીધો હતો. જિલ્લાકક્ષાની ૨૩ સ્પર્ધાના પ્રથમ વિજેતા થનાર કલાકારો પ્રદેશ કક્ષાએ ભાગ લેવા જશે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Vande Bharat Live Tv News
Back to top button
error: Content is protected !!