A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेगुजरात

આડેસરમાં વધુ રુપિયા ની લેતિદેતી અંગે ઉઘરાણી કરાતાં ગુનો દર્જ

ભાઈએ ભાઈનું મકાન કબજે કર્યું હતું : એક સાથે સાત લાખ પડાવી લેવાતાં ચકયાર

તા. ૧૩ : રાપરના આડેસમાં ભાઈએ પોતાના ભાઈને રૂા. એક લાખ આપી બાદમાં રૂા. સાત લાખ પડાવી લીધા હતા, તેમ છતાં વધુ પાંચ લાખની પઠાણી ઉઘરાણી કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

વિજાપરમાં રહેનાર અકબરખાન અયુબખાન હિંગોરજાએ પોતાના ભાઈ એવા હારૂન અયુબ હિંગોરજા તથા ભત્રીજા અસગર હારૂન હિંગોરજા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીને પોતાની જમીનમાં જીરુનું વાવેતર કરવાનું હોવાથી ભાઈ હારૂન પાસેથી રૂા. એક લાખ લીધા હતા, જે અંગે આરોપીએ ૧૦ ટકા વ્યાજની માંગ કરી હતી. ફરિયાદીના ખેતરમાં કપાસનું વેચાણ થતાં રૂા. ૧,૫૦,૦૦૦ લઈને આરોપીને આપવા ગયા હતા, પરંતુ

આરોપીએ તે રકમ લીધી નહીં અને રૂા. સાત લાખની માંગ કરી હતી. બાદમાં જીરુંનો પાક વેચી અને આરોપીને રૂા. સાત લાખ ચૂકવી આપ્યા હતા. બાદમાં આરોપીનું તા. ૧૨/૫ના બિનઅધિકૃત મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને તેનો સામાન ફરિયાદીના આડેસરવાળા મકાનમાં રાખવામાં આવ્યો હતો. ફરિયાદીના દીકરાને આડેસર રહેવા જવાનું હોવાથી મકાન ખાલી કરવાનું જણાવા છતાં મકાન ખાલી કરાયું નહોતું. ફરિયાદીએ પોલીસ અધીક્ષકને ફરિયાદ કરતાં મકાન ખાલી કરી આપ્યું હતું, બાદમાં વધુ રૂા. પાંચ લાખની પઠાણી ઉઘરાણી કરી પૈસા ન આપે તો મકાન પર કબજો કરવાની ધમકી આપતો ક હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Back to top button
error: Content is protected !!