उदैपुरगुजरात
Trending

બાગાયત ખાતા દ્વારા મેગા ઓઈલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ સાથે ખેડૂત તાલીમનું કરાયું આયોજન

નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ -ઓઈલપામ” યોજના અંતર્ગત ૨૭ હેકટર નવીન રોપાઓનું કરાયું વાવેતર

જેતપુર-પાવી તાલુકાના ચુલી ગામ ખાતે “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ -ઓઈલપામ” યોજના અંતર્ગત બાગાયત ખાતા દ્વારા મેગા ઓઈલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ સાથે ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓઇલ-પામ પાકના ૨૭ હેકટર વિસ્તારમાં નવીન રોપાઓનું વાવેતર પ્રિયુનિક (ઈન્ડિયા)પ્રા. લિ. દ્વારા કરવામાં આવ્યુ હતું. સાથે ચૂલી ગામ સાથે આસપાસના ગામોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી ઉત્સાહભેર તાલીમમાં ભાગ લીધો હતો. જેમાં નાયબ બાગાયત નિયામકશ્રી એચ.એમ.પરમાર દ્વારા બાગાયત ખાતાની વ્યક્તિલક્ષી સહાય યોજનાઓ, પીએમ-કિસાન યોજના હેઠળ ફાર્મર રજીસ્ટ્રેશન અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. “નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ્સ -ઓઈલપામ” યોજના હેઠળ ઓઇલપામ પાકનું ગામ દિઠ ઓછામાં ઓછું ૧૦ હેક્ટરના ક્લસ્ટરમાં નવું વાવેતર કરવા ઈચ્છતા ખેડુતોને સરકારશ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રિયુનિક (ઈન્ડિયા)પ્રા. લિ. પાસેથી રોપાઓની ખરીદી ખર્ચમાં રૂ.૨૦,૦૦૦/હેક્ટર, તેમજ ફક્ત ઓઇલ-પામ પાકનું વાવેતર કરેલ હોય તેવા જ ખેડુતોને માટે ૪ વર્ષ સુધી આંતરપાક તથા ઇનપુટ (જેવા કે બિયારણ/ખાતર/INM/IPM/ફર્ટીગેશન/ટ્રી-ગાર્ડ/PP કેમિકલ વિગેરે પૈકી ૭૫%) મેઇન્ટેનન્સ ખર્ચમાં રૂ.૪૨,૦૦૦/હેક્ટર, NMEO-OP ગાઇડલાઇન મુજબ, બોરવેલ બનાવવા ખર્ચના ધોરણમાં ૫૦% મહત્તમ રૂ! ૫૦,૦૦૦/એકમ, મીની ટ્રેકટર-ટ્રેલર સહિત (૨૦ HP સુધી) ખર્ચના ૪૦% કે વધુમા વધુ રૂ.૨,૦૦,૦૦૦/-, ચાફ કટર રૂ! ૫૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. ૧.૦ હેક્ટરથી વધુ જમીન ધરાવતા ખેડૂતો વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, છોટાઉદેપુર ખાતે સંપર્ક કરવો.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!