
છોટાઉદેપુર: શનિવાર:-
આદિજાતી વિકાસ વિભાગ ગાંધીનગર, ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી અને પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી છોટાઉદેપુરનાં તાબા હેઠળ કાર્યરત GLRS અને MODEL શાળાઓમાં ધોરણ ૬ અને ૧૧(તમામ પ્રવાહ)માં પ્રવેશ માટે પ્રક્રિયા ચાલુ છે. વિદ્યાર્થીઓને આ શાળાઓનાં ખાલી પડેલ જગ્યાની વિગતો મેળવી શાળામાં નિયત સમય મર્યાદામાં પ્રવેશ ફોર્મ મેળવવી જમા કરાવવાનું રહેશે. પ્રવેશ બાબતે જે તે તાલુકાના વિદ્યાથીઓને અગ્રતા આપવામાં આવશે. અરજી ફોર્મ મેળવી પરત જમા કરવાની તા.૦૭/૦૭/૨૦૨૫ થી તા.૧૨/૦૭/૨૦૨૫ સુધીની છે. જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે તેમણે ફરીવાર ફોર્મ ભરવાનું રહેશે નહિ. ફોર્મ મેળવવાનો અને જમા કરવાનો સમય સવારે ૮ થી ૧૧ કલાકે (જાહેર રજા સિવાયના દિવસો) છે. છોટાઉદેપુર તાલુકાના વિદ્યાર્થીઓએ મોડલ સ્કુલ છોટાઉદેપુર પુનિયાવાંટમાં ધો.૬માં ૧૨ જગ્યા અને ૧૧(વિજ્ઞાન પ્રવાહ)માં ૩૯ જગ્યા, કવાંટ તાલુકાના વિદ્યાથીઓએ મોડલ સ્કુલ કવાંટ, ગોજારીયામાં ધો.૬માં ૨૫ જગ્યા અને ધો.૧૧માં ૩૦ જગ્યા (વિજ્ઞાન પ્રવાહ) અને ૨૦ જગ્યા (વાણીજ્ય પ્રવાહ) સાથે જીએલઆરએસ છોડવાણીમાં ધો.૬ ૨૦ જગ્યા, બોડેલી તાલુકામાં જીએલઆરએસ મુવાડા, વડાતલાવ ખાતે ધો.૬માં ૨૮ જગ્યા અને મોડેલ સ્કુલ જેતપુરપાવી ખાતે ધો.૬માં ૧૯ જગ્યા અને ૪૩ જગ્યા (વિજ્ઞાન પ્રવાહ), નસવાડી તાલુકામાં જીએલઆરએસ ઘુટીયાઆંબા, ચામેઠામાં ધો.૬માં ૩ જગ્યા, મોડેલ સ્કુલ નસવાડીમાં ૫૪ જગ્યા (વિજ્ઞાન પ્રવાહ) અને જીએલઆરએસ પીસાયતામાં ધો.૬માં ૨૨ જગ્યા સાથે ૨૨ જગ્યા (વિજ્ઞાન પ્રવાહ)માં પ્રવેશ ફોર્મ મેળવવાનુ અને જમા કરવાનું રહેશે. તેમ પ્રાયોજના વહીવટદારશ્રી છોટાઉદેપુરની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.