રાપર તાલુકામાં આગામી 22 તારીખે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવામાં આવશે. આ અંતર્ગત રાપર મોડેલ સ્કૂલ ખાતે મતદાન કર્મચારીઓની ફાઇનલ તાલીમ યોજવામાં આવી હતી.
જિલ્લા કલેકટર આનંદ પટેલ અને પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. રાપર તાલુકા મામલતદાર એચ.બી.વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર, ફર્સ્ટ પોલીગ ઓફિસર, પોલિંગ ઓફિસર અને મહિલા પોલીગ ઓફિસરને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સવારે 9:30 થી 11:00 કલાક દરમિયાન યોજાયેલી તાલીમમાં વિવિધ નમૂનાના પત્રકો દ્વારા પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી. કર્મચારીઓને મત પેટીનું નિદર્શન પણ કરવામાં આવ્યું. નાયબ મામલતદાર બી.કે. કોરાટના નેતૃત્વમાં વિજયભાઇ જાની, મેહુલ દવે, ચેતનભાઇ સુથાર, રોહિતભાઈ ચૌધરી અને ડી.પી. રાઠોડે તાલીમ આપી હતી.