
ડાંગ
ડાંગ જિલ્લાનાં પીંપરી ગામ નજીક ખાપરી નદીમાં રવિવારે સાંજે એક યુવક તણાઈ ગયો હતો.ત્યારે ૪૮ કલાકની શોધખોળ બાદ એસ.ડી.આર.એફનાં જવાનોએ લાપતા યુવાનની લાશ શોધી કાઢી હતી.આહવા-વઘઈ માર્ગને અડીને
વહેતી ખાપરી નદીમાં આ દુર્ઘટના બની હતી.પીંપરી ગામનો રહેવાસી દેવેન્દ્ર મહેન્દ્રભાઈ પવાર (ઉંમર ૨૫) કોઈ કામ અર્થે નદી પાર કરીને ગયો હતો. રવિવારે સાંજે લગભગ ૬ વાગ્યે તે ઘરે પરત ફરી રહ્યો હતો.આ દરમિયાન, તે ખાપરી નદી પર
આવેલા ચેકડેમ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. પાણીનાં તેજ પ્રવાહમાં દેવેન્દ્ર પવારનો પગ ચેકડેમ પરથી લપસી ગયો અને તે નદીના વહેણમાં તણાઈ ગયો.