?php echo do_shortcode('[t4b-ticker]'); ?
उदैपुरगुजरात
Trending

જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં યોજાયો

સ્વાગત ફરિયાદ નિવારણ" કાર્યક્રમમાં પ્રજાજનોની વિવિધ ૧૨ જેટલી અરજીઓનો સંતોષકારક નિકાલ

IMG 20250630 WA0073
જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈનના અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રજાજનોની વિવિધ ૧૨ જેટલી અરજીઓ મળી હતી. આ તમામ અરજીઓનો જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતોને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. વિવિધ ૧૨ અરજીઓના અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ કરવા સૂચના આપી હતી. જિલ્લા કલેકટરશ્રી દ્વારા તમામ અરજદારોની સમસ્યાનો નિયત સમયમાં સંતોષકારક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પોલીસ અધીક્ષકશ્રી ઈમ્તિયાઝ શેખ, અધિક નિવાસી કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

 

Back to top button
error: Content is protected !!