उदैपुरगुजरात

બોડેલી ટી સી કાપડિયા કોલેજ ખાતે ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”ને ખુલ્લો મૂકતા જિલ્લા પંચાયત પ્રમુખ મલ્કાબેન પટેલ

સશક્ત નારી મેળામાં ૫૦ જેટલા સ્ટોલોમાં વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) દ્વારા આયોજિત સ્વદેશી અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ટી.સી. કાપડિયા કોલેજ બોડેલી ખાતેના ત્રિ-દિવસીય “સશક્ત નારી મેળા”ને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ મેળામાં સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રીઓને સ્થાનિકો દ્વારા ખરીદી કરી “લોકલ ફોર વોકલ” અને “હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી” અભિયાનને સાર્થક બનાવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા અને સશક્ત કરવા માટે રાજ્યભરમાં “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ટ કામગીરી કરનાર બહેનોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહાનુભાવોએ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ ચીજ વસ્તુઓના સ્ટોલોની મુલાકાત લીધી હતી. છોટાઉદેપુર જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકોએ તેમના અનુભવો અને વિચારો મહાનુભાવો સામે વ્યક્ત કર્યા હતા. ત્રિ- દિવસીય મેળામાં સ્થાનિક મહિલાઓ ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રીઓનું ૫૦ જેટલા સ્ટોલમાં પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ મેળા દ્વારા પાયાના સ્તરે થઈ રહેલા પરિવર્તનકારી બદલાવને ઉજાગર કરી મહિલાઓને નવી તકો પૂરી પાડવામાં આવી રહી છે. આ મેળો મહિલાઓની આત્મનિર્ભરતા, આર્થિક સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાને વધુ પ્રોત્સાહન આપશે. આ પ્રસંગે ધારાસભ્ય અભેસિંહ તડવી, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન, પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા, ડીઆરડીએના નિયામક કે ડી ભગત, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉ.કુંવરબા મહારાઉલ, અન્ય પદાધિકારીઓ સહીત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!