સંયુકત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ના વર્ષને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ૨૦૨૫ વર્ષ આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવાઈ રહ્યું છે. તે અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા જુલાઇ માસના પ્રથમ અઠવાડિયામાં (તા.૧ જુલાઇ ૨૦૨૫ થી ૬ જુલાઇ ૨૦૨૫) વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે . આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ના વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા દેશ અને દુનિયા સમક્ષ ગુજરાતને ઉત્તમ સહકારિતાનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા બેન્કની દરેક બ્રાંચમાં લોન મેળાનું આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જિલ્લાની સહકારી સંસ્થાઓ દ્વારા તેમના કાર્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં ૬ જુલાઇ સુધી વિવિધ કાર્યક્રમોના આયોજન મુજબ સહકાર સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
વેરા ભર્યા બાદ ઘર માલિકને આપવામાં આવતી ડસ્ટબિન લોકો સુધી નહીં પહોંચી : પેટે પાટા બાંધીને સોનગઢ નગરની પ્રજાએ ભરેલા વેરાના પૈસા થી ખરીદેલા ડસ્ટબિન સહિત વહાણો પાણીમાં તરતા . પાલિકાના કર્મચારી સહિત જવાબદાર લોકોની નિષ્કાળવી દર્શાવે છે