उदैपुरगुजरात
Trending

છોટાઉદેપુર જિલ્લામાં જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમીનાર યોજાયો

સેમીનારમાં મુખ્ય મેહમાન તરીકે DySP ડિ.કે.રાઠોડ

છોટાઉદેપુર પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અંગે કાયદાકીય સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં દીપક ફાઉન્ડેશન વડોદરાના માસ્ટર ટ્રેનરશ્રી જયંતીભાઈ ચૌહાણ દ્વારા વિશદ પ્રેઝન્ટેશન દ્વારા કાયદાની વ્યાખ્યા, ઉપયોગ અને ફરિયાદ કરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અંગેની “પ્રતિકાર” અંગે ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી તથા જિલ્લા મિશન કોઓર્ડીનેટર ચેતનાબેન દ્વારા જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીમાં ચાલતી યોજનાની માહિતી આપવામાં આપવામાં આવી હતી. આ સેમીનારમાં મુખ્ય મેહમાન તરીકે DySP ડિ.કે.રાઠોડ, PI ડિ.એસ.વાઠેર, PSI સી.ટીમના એસ.એસ.પટેલ, PSI એસ.એન.ભાભોર, PSI એસ.બી.રાઠવા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી, DHEW સ્ટાફ, PBSC સ્ટાફ, OSC સ્ટાફ, પોલીસ વિભાગ મહિલા અને પુરૂષ ૧૦૦ જેટલા કર્મચારી સેમીનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

વિરેન્દ્રસિંહ દેસાઈ બોડેલી છોટાઉદેપુર.

Back to top button
error: Content is protected !!