
આડેસર ના સરકારી પ્રાથમિક શાળા ના બાળકો નુ ભવિષ્ય રામ ભરોશે
“ભણશે ગુજરાત પણ કેવી રીતે શિક્ષક વગર”
આડેસર સરકારી પ્રાથમિક શાળામાં કુમાર અને કન્યા એમ બન્ને મળીને 15 જેટલા શિક્ષકોની ઘટ છે એવુ વાલી મિટિંગમાં જાણવા મળ્યું હતું
વઘુ માહિતી ગૃપ શાળાના આચાર્ય મોરારદાન ગઢવી ને મળતા ચોંકાવનારી માહિતી બહાર આવિછે જરૂરિયાત શિક્ષક ની વાત કરવામા આવતો 14 શિક્ષક ની જરૂરિયાત સામે માત્ર 6 જ શિક્ષક કામ કરેછે 7 શિક્ષક જરૂરિયાત છે તેમાં પણ ઘોરણ 6થી8 માં બે બે વર્ગ છે એટલે ટોટલ 6 વર્ગ માત્ર 2 શિક્ષક બાળકો ને ભણાવિ રહ્યા છે
આવિજ હાલત કન્યા શાળા ની છે તેમા તો વળી મુખ્ય શિક્ષક જગ્યા જ લાબાં સમય થી ખાલી પડી છે ત્યાં પણ 8 શિક્ષક છે એક શિક્ષક પાશે બે-બે વર્ગ ના બાળકો ને ભણાવવાની જવાબદારી આપવામા આવિછે
આડેસર કુમાર પ્રાથમિક ગૃપ શાળા
ઘોરણ 1 થી 5 મા બાળકો ની સંખ્યા 260 છે 4 શિક્ષક ભણાવે છે
ધોરણ 6 થી 8 માં બાળકો ની સંખ્યા 176 છે ત્યા 2 જ શિક્ષક ભણાવે છે
આડેસર કન્યા પ્રાથમિક શાળા
ઘોરણ 1 થી 5 માં બાળકો ની સંખ્યા 275 અને શિક્ષક 4 છે
ઘોરણ 6 થી 8 માં બાળકો ની સંખ્યા 175 અને શિક્ષક 4 છે
આડેસર કુમાર ગૃપ શાળા મા આજુબાજુ ની 14 જેટલી પેટા શાળા આવેલી છે તેનુ કાર્ય પણ આડેસર કુમાર શાળા મા થી કરવામા આવેછે
આમ બન્ને મળી ને 15 શિક્ષક ની જરૂરિયાત છે એવામા ગ્રામ જનો દ્વારા ચિમકી આપવામા આવેછે કે જો આવનાર સમય મા આ માંગ પુરી નય થાય તો સમસ્ત ગામ બંધ પાળી આંદોલન કરવામા આવશે
સરકાર જ્યારે ભણતર ની નિતી ને લઈ ને પ્રચાર કરતી હોય છે એવા મા કરછ ના આડેસર ગામ ની પ્રાથમિક શાળા મા 15 શિક્ષક ની ઘટ છે એ ચિંતા નો વિષય છે એક શિક્ષક પાસે અત્યારે બે થી ત્રણ ક્લાસ ના બાળકો ને ભણાવવાની જવાબદારી સોંપવામા આવિ છે તેવામા આટલા બાળકો નાતો ભણી શકે નાતો શિક્ષક ભણાવી શકે કયાને ક્યાંક બાળકો ના ભવિષ્ય સાથે ચેળા કરવામા આવી રહ્યા છે હવે જોવા નું એ રહ્યુ કે આ વાત ને લઈ ને તંત્ર કેટલુ હરકત મા આવે છે